જુઓં કળયુગનો રંગ : ભાઈએ કરી ભાઈની હત્યા

જુઓં કળયુગનો રંગ : ભાઈએ કરી ભાઈની હત્યા

સુરતના ડીંડોલી ચલથાણ કેનાલવાળા રોડ ઉપર શેરડીના ખેતરમાંથી ગળું કપાયેલી હાલતમાં લાશ ગઈકાલે મળી આવી હતી ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.પોલીસે આરોપીની ધરપડક કરી છે.નાના ભાઈએ જ મોટાભાઈની હત્યા કરી હોવાનુ સામે આવ્યું હતું.હાલ તો પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે ગઈકાલે ડીંડોલી ચલથાણ કેનાલ વાળા રોડ પર એક યુવાનની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, આ લાશ મૂળ મહારાષ્ટ્રના ધુલિયાના વતની અને સુરતના વેસુ સુડા આવાસ ખાતે રહેતા ગોવિંદ બાપુ બચ્છાવની છે.ગોવિંદ બાપુ રત્નકલાકાર હતો.ગઈ કાલે ડીંડોલી મધુરમ સર્કલથી કેનાલ વાળા રોડ પર શેરડીના ખેતરમાંથી તેની લાશ મળી આવી હતી.



આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા પોલીસને મૃતકના નાના ભાઈ પર શંકા હતી જેથી પોલીસે શંકાના આધારે તેની અટકાયત કરી અને પૂછપરછ કરી હતી.આ દરમિયાન મૃતકના નાના ભાઈ કિશોરે પોલીસને જણાવ્યું હતું કે મોટો ભાઈ ગોવિંદ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને કામકાજ કરતો નહોતો.દારૂનો નશો કરી હંમેશા માતા સાથે માથાકૂટ કરતો હતો આજે પણ તેને માથાકૂટ કરી હતી જેથી પોતે ગોવિંદને ખેતરમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે ગાલ પર અને ગળાના ભાગ પર ઇજાઓ પહોંચાડી હતી અને હુમલો કર્યો હતો.ગળા પર ઇજા થવાથી ગોવિંદનું મોત થયું હતું.હાલ સમગ્ર મામલે પોલીસે મૃતકના નાના ભાઈ કિશોર ની અટકાયત કરી છે. આ ઘટના પરથી આપણે જાણી શકીએ છીએ કે એક નશામાં આખો પરિવાર વેરવિખેર થતા વાર લાગતી નથી.હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.