નકલી ડેપ્યુટી કલેક્ટરના સીસીટીવી આવ્યા સામે, કેવી રીતે લોકોને છેતરતી

સુરતમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો હતો ત્યાં હવે વધુ  નકલી ડેપ્યુટી કલેક્ટર  મહિલા પોલીસે ધરપકડ કરી છે. નકલી ડેપ્યુટી કલેક્ટર તરીકે દર્શાવીને તેણે સુરત મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે રૂ. 1.40 લાખની છેતરપિંડી કરી હતી. નકલી ડેપ્યુટી કલેક્ટર હેતલ પટેલે તેમને નોકરી આપવા માટે નકલી કોલ લેટર અને નકલી ટ્રેનિંગ લેટર પણ આપવામાં આવ્યો હતો.



આરોપી મહિલા અને તેના સાથી વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.સુરત પોલીસે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા હેતલ પટેલ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ચામુંડા જ્વેલર્સના માલિક પાસે ગઈ હતી અને તેણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી. જ્વેલર્સને છેતરવા નકલી ડેપ્યુટી કલેક્ટર હેતલ પટેલે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગનો રિપોર્ટ નોંધાવ્યો હતો.આ રિપોર્ટના આધારે જ્વેલર્સના માલિક નકલી ડેપ્યુટી કલેક્ટરને 14 લાખ રૂપિયાના દાગીના આપ્યા હતા. બનાવટી ડેપ્યુટી કલેક્ટરે જ્વેલર્સના માલિકને આપેલા ચેક રિર્ટન થયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ પછી તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો અને છેતરપિંડીનો ભોગ બનેલા જ્વેલર્સ માલિકે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.આ પછી પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. સુરત પોલીસની તપાસ દરમિયાન નકલી ડેપ્યુટી કલેકટરે જવેલર્સ માલિક સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. તે પહેલા પણ અનેક લોકો છેતરપિંડીનો શિકાર બની ચૂક્યા છે