શહેરમાં ફરી એક વખત તાંત્રિકની કરતુત સામે આવી વિધિના નામે પડાવ્યા ૧૪ લાખ

શહેરમાં ફરી એક વખત તાંત્રિકની કરતુત સામે આવી વિધિના નામે પડાવ્યા ૧૪ લાખ

સરથાણા વિસ્તારમાં રહેતી પરિણીતાની ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે સરથાણા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં ભુવા તરીકે કામ કરતા કનુભાઈ ઉર્ફે કલ્પેશભાઈ કોરાટ પાસે ગયા હતા. જ્યાં કનુ ઉર્ફે કલ્પેશ બાપુ તરીકે તાંત્રિક વિધિ કરતા હતા. જ્યારે તેની પત્ની હેતલબા મંદિરમાં માતાજી તરીકે બિરાજતા હતા. દરમિયાન પરિણીતાએ બાપુને પોતાના ઘરની સઘળી હકીકત જણાવતા તેઓએ દર મંગળવારે દર્શન કરવા આવવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન પરણીતા દર્શન કરવા માટે જતા કનુ ઉર્ફે કલ્પેશ નામના ઠગ ભુવાએ તમારા વતનમાં આવેલ જુના મકાનમાં માયા છે. જે કાઢવા માટે વિધિ કરવી પડશે અને લાંબા ટૂંકા પૈસાની જરૂર પડશે તેમ કહીને મંદિરના માતાજી હેતલબા તથા બાપુએ પરણીતાની ઘરની પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેઓની પરિસ્થિતિ સુધારવાના બહાને અલગ અલગ વિધિ કરવાના બહાને ટુકડે ટુકડે રૂપિયા 14 લાખ જેટલી રકમ પચાવી પાડી હતી.



 છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કનું ઉર્ફે કલ્પેશ પરણીતાને પોતાના ઘરે મંદિરના મઢમાં બોલાવી મઢનો દરવાજો અંદરથી બંધ કરી દેતા હતા અને પરણીતાને ધ્યાનમાં બેસાડીને વિધિ કરી લીંબુ તથા મરચાં તેના ઉપરથી ઉતારી આખો બંધ રાખવાનું જણાવતા હતા. ત્યારબાદ ભુવા હું કહું તેમ કરવાનું છે નહીં તો માયાની પ્રાપ્તિ તમને નહીં મળે તેવું કહીને પરીણીતાના કપડા ઉતારતા આખરે પરણીતાએ કપડા ઉતારવાની ના પાડી હતી. પરંતુ બાપુએ આંખો કેમ ખોલી તેમ કહીને પરણિતાને જમીન પર સુવડાવી દઈ તેને માર મારી હતી. ત્યારબાદ પરણીતા સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કનુ ઉર્ફે કલ્પેશ કોરાટ અવારનવાર પરણીતાને વિધિ કરવાના બહાને બોલાવી તેણીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેની પત્ની હેતલબાએ પણ માતાજી તરીકે બિરાજમાન થઇ ઠગ પતિનો સાથ સહકાર આપ્યો હતો. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે બળાત્કારનો ગુનો નોંધી તથા પૈસા પડાવ્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.