સાળા-બનેવી બન્યા વાહન ચોર, જાણો સમગ્ર ઘટના વિશે

સાળા-બનેવી બન્યા વાહન ચોર, જાણો સમગ્ર ઘટના વિશે

સુરતમાં ડીંડોલી પોલીસ મથક વિસ્તારમાં પોલીસે ચોરીના 12 વાહનો સાથે કૌટુંબિક સાળા-બનેવીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ મોજશોખ તેમજ મોડી રાત્રે શહેરમાં ફરવા માટે વાહનોની ચોરી કરતા હતા અને બાદમાં ઇંધણ પૂર્ણ થઇ જાય, ત્યારે અલગ અલગ જગ્યાએ મૂકી દેતા હતા.પોલીસ તપાસમાં 11 ગુનાનો ભેદ ઉકેલાઈ છે.સુરતમાં ડીંડોલી પોલીસની ટીમે નવાગામ સંતોષી નગર ગરનાળા પાસેથી ચોરીની એક બાઈક સાથે પંકજ વીરેન્દ્ર દાહન બહાદુર વિશ્વકર્મા અને પંકજકુમાર મહેશ ખેલાવન મિસ્ત્રીને ઝડપી પાડ્યા હતા.પોલીસે બંનેની કડક પૂછપરછ કરતા અન્ય 12 વાહનોની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.



જેથી પોલીસે મોપેડ, બાઈક મળી કુલ 12 વાહનો કબજે કર્યા હતા પોલીસ તપાસમાં ડીંડોલી, ઉધના, વરાછા, પાંડેસરા, લીંબાયત પોલીસ મથક મળી કુલ 11 ગુનાના ભેદ ઉકેલાઈ છે.બંને આરોપીઓ કૌટુબીક સાળા બનેવી થાય છે.જે બન્ને પોતાના મોજશોખ પુરા કરવા માટે મોદી રાત્રે ડુપ્લીકેટ માસ્ટર ચાવીનો ઉપયોગ કરી વાહનોનોની ચોરી કરતા હતા.અને વાહનની ચોરી કરી અલગ લગ જગ્યા ફેરવતા હતા અને જયારે વાહનમાં ઇંધણ ખતમ થઈ જાય, ત્યારે ચોરી કરેલા વાહનોને અલગ અલગ જગ્યાએ મૂકી દેતા હતા. આરોપી સાળા બનેવી પોલીસે કડક પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.