યુપીના દાદુઆ ડાકુના સાગરીતની સુરત પોલીસે કરી ધરપકડ

યુપીના દાદુઆ ડાકુના સાગરીતની સુરત પોલીસે કરી ધરપકડ

પોલીસે જીવના જોખમે આરોપીની ધરપકડ કરી છે આરોપી એટલો ખુખાર હતો જેને પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે .યુપીના દદુઆ ડાકુના સાગરીતની સુરત પોલીસે મધરાત્રે ખેતરમાં સૂતેલા ઊંઘમાંથી જ દબોચી લીધો છે .આરોપી એ રાજકોટમાં 26 વર્ષ પહેલાં વોચમેનની ક્રૂરતા પૂર્વક હત્યા કરી લુટ કરી હતી.એટલું નહિ પણ . દાદુઆ ડાકુની ગેંગ દ્વારા યુપી અને એમપીમાં 400 જેટલાં લૂંટ-મર્ડરના ગુનાને અંજામ આપી ચૂકી હતી. રાજકોટના જેતપુરમાં વર્ષ 1999માં વોચમેનના હાથ-પગ બાંધી પથ્થરથી માથું છૂંદી ક્રૂર હત્યા કરી લુટ કર્યાના બનવાનો મુખ્ય આરોપીને સુરતની PCB પોલીસે 26 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે.પોલીસ ટીમે યુપીના ચિત્રકૂટ ખાતેથી જોવાના જોખમે આરોપીને દબોચી કાઢ્યો છે.આરોપી યુપીના ખૂંખાર દદુઆ ડાકુના ગામનો અને સંબધી હતો.



દાદુઆ દકુની ગેંગ દ્વારા યુપી અને એમપીમાં 400 જેટલાં લૂંટ-મર્ડરના ગુનાને અંજામ આપી ચૂકી હતી.તેને પકડવા યુપી સરકારે 100 કરોડ ખર્ચી નાખ્યા હતા અને આખરે વર્ષ 2007 માં પોલીસે એન્કાઉન્ટર કર્યો હતો.ત્યારે તેના સાગરીતને પકડવા યુપીની સ્થાનિક પોલીસ પણ મદદ માટે આગળ આવતી ન હતી તેવામાં સુરતની ટીમે આરોપી રાત્રે તેના ખેતરમાં સૂતો હતો ત્યારે મધરાત્રે ઊંઘમાં જ દબોચી લીધો હતો.સુરતની પીસીબી પોલીસની ટીમે રાજકોટના 26 વર્ષ જૂના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત પીસીબી પોલીસ ઉત્તર પ્રદેશથી જીવના જોખમે આરોપીને ઝડપી પાડી સુરત ખાતે લઈ આવી હતી. મળતી માહિતી મુજબ સુરત PCB પોલીસના કર્મી સહદેવ વરવાભાઈ અને અશોક લુણીને બાતમી મળી હતી કે, રાજકોટના જેતપુરમાં 26 વર્ષ પહેલાની ચકચારી લૂંટ વિથ મર્ડરના ગુનાનો આરોપી મીતલેશ ઉર્ફે ઉત્તમકુમાર ગયાપ્રસાદ પટેલ યુપીના ચિત્રકૂટ વિસ્તારમાં રહે છે. જેને લઇ PCB ની ચાર પોલીસ કરમી સાથેની ટીમ યુપી ના ચિત્રકૂટ પહોંચી હતી. અને આરોપીની ઝડપી પાડયો હતો.